SPECIAL CHILDREN TRAINING CENTRE

  • મંદબુધ્ધિ (Intellectual Disability) માટે વિશિષ્ટ તાલીમ કેન્દ્ર

         મંદબુધ્ધીનાં વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ તાલીમ કેન્દ્રની સ્થાપના ઓક્ટોમ્બર- ૨૦૦૮થી કરવામાં આવી. જેમાં મંદબુધ્ધીનાં બાળકો માટે તેઓના જીવન શૈલીને અનુરૂપ, સામાજીક, શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક વિકાસ થાય તેવા ઉદેશથી તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રનો સમય સવારે ૯-૦૦ થી ૧૨-૧૦ છે જેની શરૂઆત ૫ વિદ્યાર્થીઓ થી કરવામાં આવેલ. આજે તેમાં ૩૩ વિદ્યાર્થીઓને સ્પેશ્યલ એજયુંકેશનનાં નિષ્ણાંત શિક્ષકની સહાયથી વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ થકી વિદ્યાર્થીઓમાં સામાજીક અને શૈક્ષણિક વિકાસ થઇ રહાનું હકારત્મક પરિણામ મળી રહ્યું છે.આ તાલીમ કેન્દ્ર સસ્થાના સ્વભંડોળ તેમજ દાતાઓના સહાયથી ચલાવવામાં આવે છે. 

  • ડે-કેરમાં વિવિધ ઉત્સવની ઉજવણી

        માનસિક વિકલાંગ બાળકો માટે ચાલતા ડે–કેર સેન્ટરમાં નવરાત્રી, ઉતરાયણ, દિપાવલી, નાતાલ, હોળી, જન્માષ્ટમી તથા ઈદે-મિલાદ જેવા ઉત્સવોની ઉજવણી આમંત્રિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવે છે. આ ઉજવણી દરમ્યાન બાળકો તથા વાલીગણ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે  તથા બાળકોને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કાર્યકમોમાં જૈન જાગૃતિ સેન્ટર, જાયન્ટ્સ ગ્રુપ, સાહેલી જાયન્ટ્સ, યંગ જાયન્ટ્સ, વડીલોનો વિસામો, સમર્પણ ગ્રુપ,વિગેરેનો સહયોગ પ્રાપ્ત થાય છે.